Wednesday, 16 November 2016

ફિક્સ પગારદારાને ભાજપ કાયમી નહીં કરે તો અમે કરીશું : શંકરસિંહ વાઘેલા

કાયદાકીય રીતે રાજય સરકાર સામે જીતી ગયા પછી પણ સરકારે રાજરમત કરીને ‘સમાન કામ સમાન વેતન’ ન આપતા ફિક્સ પગારદારો રોષે ભરાયા છે.
આ પગારદારોને ટેકામાં કોંગ્રેસ દ્વારા સોમવારે અમદાવાદ કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા કરાયા હતા. આ ધરણામાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી
અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી હતી કે કોંગ્રેસની સરકાર આવશે તો ફિકસ પગારદારોને પુરો પગાર આપવામાં આવશે.
ઉપરાંત કોંગ્રેસની સરકાર આવશે તો 60 લાખ બેરોજગારોને બેકારી ભથ્થું આપવામાં આવશે તેવી પણ હૈયાધારણા અપાઇ હતી. - https://goo.gl/5fonYI